કહાનજૈનશાસ્ત્રમાળા ]
र्दुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः ।
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः ।।५५।।
શ્લોકાર્થઃ — [ न उभौ परिणमतः खलु ] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [ उभयोः परिणामः न प्रजायेत ] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [ उभयोः परिणतिः न स्यात् ] બે દ્રવ્યોની એક પરિણતિ – ક્રિયા થતી નથી; [ यत् ] કારણ કે [ अनेकम् सदा अनेकम् एव ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થઃ — બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી — એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. ૫૩.
ફરી આ અર્થને દ્રઢ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ एकस्य हि द्वौ कर्तारौ न स्तः ] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [ च ] વળી [ एकस्य द्वे कर्मणी न ] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [ च ] અને [ एकस्य द्वे क्रिये न ] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; [ यतः ] કારણ કે [ एकम् अनेकं न स्यात् ] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થઃ — આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી