કહાનજૈનશાસ્ત્રમાળા ]
अयं किलाज्ञानेनात्मा परात्मनोः परस्परविशेषानिर्ज्ञाने सति परमात्मानं कुर्वन्नात्मानं च परं कुर्वन्स्वयमज्ञानमयीभूतः कर्मणां कर्ता प्रतिभाति । तथाहि — तथाविधानुभवसम्पादन- समर्थायाः रागद्वेषसुखदुःखादिरूपायाः पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्त- न्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्याज्ञानात्परस्परविशेषा- निर्ज्ञाने सत्येकत्वाध्यासात् शीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादि-
હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ —
ગાથાર્થઃ — [ परम् ] જે પરને [ आत्मानं ] પોતારૂપ [ कुर्वन् ] કરે છે [ च ] અને [ आत्मानम् अपि ] પોતાને પણ [ परं ] પર [ कुर्वन् ] કરે છે [ सः ] તે [ अज्ञानमयः जीवः ] અજ્ઞાનમય જીવ [ कर्मणां ] કર્મોનો [ कारकः ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાઃ — અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ — જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો