૧૬૮
रूपेणाज्ञानात्मना परिणममानो ज्ञानस्याज्ञानत्वं प्रकटीकुर्वन्स्वयमज्ञानमयीभूत ‘एषोऽहं रज्ये’ इत्यादिविधिना रागादेः कर्मणः कर्ता प्रतिभाति ।
અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ — રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે ‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું’ ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે.
જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ परम् ] જે પરને [ आत्मानम् ] પોતારૂપ [ अकुर्वन् ] કરતો નથી [ च ] અને