૧૭૦
एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परात्मनोरविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपह्नुत्य भाव्यभावकभावापन्न- योश्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात्क्रोधोऽहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽय- मात्मा क्रोधोऽहमिति भ्रान्त्या सविकारेण चैतन्यपरिणामेन परिणमन् तस्य सविकारचैतन्य- परिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात् । ‘જેમ શીત-ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે’ એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.
હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [ त्रिविधः ] ત્રણ પ્રકારનો [ एषः ] આ [ उपयोगः ] ઉપયોગ [ अहम् क्रोधः ] ‘હું ક્રોધ છું’ એવો [ आत्मविकल्पं ] પોતાનો વિકલ્પ [ करोति ] કરે છે; તેથી [ सः ] આત્મા [ तस्य उपयोगस्य ] તે ઉપયોગરૂપ [ आत्मभावस्य ] પોતાના ભાવનો [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાઃ — ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી ( – જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘હું ક્રોધ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી ‘હું ક્રોધ છું’ એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકાર સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.