કહાનજૈનશાસ્ત્રમાળા ]
एवमेव च क्रोधपदपरिवर्तनेन मानमायालोभमोहरागद्वेषकर्मनोकर्ममनोवचनकायश्रोत्र- चक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयान्यनया दिशान्यान्यप्यूह्यानि ।
एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपह्नुत्य ज्ञेयज्ञायकभावा- पन्नयोः परात्मनोः समानाधिकरण्येनानुभवनाद्धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं
એવી જ રીતે ‘ક્રોધ’ પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ — અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને ‘હું ક્રોધ છું, હું માન છું’ ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
હવે એ જ વાતને વિશેષ કહે છેઃ —
ગાથાર્થઃ — [ त्रिविधः ] ત્રણ પ્રકારનો [ एषः ] આ [ उपयोगः ] ઉપયોગ [ धर्मादिकम् ] ‘હું ધર્માસ્તિકાય આદિ છું’ એવો [ आत्मविकल्पं ] પોતાનો વિકલ્પ [ करोति ] કરે છે; તેથી [ सः ] આત્મા [ तस्य उपयोगस्य ] તે ઉપયોગરૂપ [ आत्मभावस्य ] પોતાના ભાવનો [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાઃ — ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેયજ્ઞાયકભાવને પામેલાં એવાં સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું