૧૭૨
जीवान्तरमहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं जीवान्तरमहमिति भ्रान्त्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन् तस्य सोपाधिचैतन्य- परिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात् ।
यत्किल क्रोधोऽहमित्यादिवद्धर्मोऽहमित्यादिवच्च परद्रव्याण्यात्मीकरोत्यात्मानमपि परद्रव्यी- આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.
ભાવાર્થઃ — ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.
આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
‘તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું’ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ एवं तु ] આ રીતે [ मन्दबुद्धिः ] મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની [ अज्ञानभावेन ] અજ્ઞાનભાવથી [ पराणि द्रव्याणि ] પર દ્રવ્યોને [ आत्मानं ] પોતારૂપ [ करोति ] કરે છે [ अपि च ] અને [ आत्मानम् ] પોતાને [ परं ] પર [ करोति ] કરે છે.
ટીકાઃ — ખરેખર એ રીતે, ‘હું ક્રોધ છું’ ઇત્યાદિની જેમ અને ‘હું ધર્મદ્રવ્ય છું’ ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે;