सोपाधीकृतचैतन्यपरिणामतया तथाविधस्यात्मभावस्य कर्ता प्रतिभातीत्यात्मनो भूताविष्टध्याना-
विष्टस्येव प्रतिष्ठितं कर्तृत्वमूलमज्ञानम्
भाव्यभावकौ परात्मानावेकीकुर्वन्नविकारानुभूतिमात्रभावकानुचितविचित्रभाव्यक्रोधादिविकारकरम्बित-
चैतन्यपरिणामविकारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति
मानुषोचितापवरकद्वारविनिस्सरणतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माऽप्यज्ञानाद्
ज्ञेयज्ञायकौ परात्मानावेकीकुर्वन्नात्मनि परद्रव्याध्यासान्नोइन्द्रियविषयीकृतधर्माधर्माकाशकाल-
તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે
પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું
હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું
મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ
અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર
અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત
ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. વળી જેમ
અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને
લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, ‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો
મહિષ છું’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર
નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ
આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, ‘હું પરદ્રવ્ય
છું’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ,