૧૭૪
पुद्गलजीवान्तरनिरुद्धशुद्धचैतन्यधातुतया तथेन्द्रियविषयीकृतरूपिपदार्थतिरोहितकेवलबोधतया मृतककलेवरमूर्च्छितपरमामृतविज्ञानघनतया च तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति ।
પુદ્ગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ ( – જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર ( – શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ — આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પર જ્ઞેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું.
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે’ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ एतेन तु ] આ (પૂર્વોક્ત) કારણથી [ निश्चयविद्भिः ] નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [ सः आत्मा ] તે આત્માને [ कर्ता ] કર્તા [ परिकथितः ] કહ્યો છે — [ एवं खलु ] આવું નિશ્ચયથી [ यः ] જે [ जानाति ] જાણે છે [ सः ] તે (જ્ઞાની થયો થકો) [ सर्वकर्तृत्वम् ] સર્વ કર્તૃત્વને [ मुञ्चति ] છોડે છે.