Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 175 of 642
PDF/HTML Page 206 of 673

 

background image
येनायमज्ञानात्परात्मनोरेकत्वविकल्पमात्मनः करोति तेनात्मा निश्चयतः कर्ता प्रतिभाति,
यस्त्वेवं जानाति स समस्तं कर्तृत्वमुत्सृजति, ततः स खल्वकर्ता प्रतिभाति तथाहिइहायमात्मा
किलाज्ञानी सन्नज्ञानादासंसारप्रसिद्धेन मिलितस्वादस्वादनेन मुद्रितभेदसंवेदनशक्तिरनादित एव
स्यात्; ततः परात्मानावेकत्वेन जानाति; ततः क्रोधोऽहमित्यादिविकल्पमात्मनः करोति; ततो
निर्विकल्पादकृतकादेकस्माद्विज्ञानघनात्प्रभ्रष्टो वारंवारमनेकविकल्पैः परिणमन् कर्ता प्रतिभाति
ज्ञानी तु सन् ज्ञानात्तदादिप्रसिध्यता प्रत्येक स्वादस्वादनेनोन्मुद्रितभेदसंवेदनशक्तिः स्यात्;
ततोऽनादिनिधनानवरतस्वदमाननिखिलरसान्तरविविक्तात्यन्तमधुरचैतन्यैकरसोऽयमात्मा भिन्नरसाः
कषायास्तैः सह यदेकत्वविकल्पकरणं तदज्ञानादित्येवं नानात्वेन परात्मानौ जानाति;
ततोऽकृतकमेकं ज्ञानमेवाहं, न पुनः कृतकोऽनेकः क्रोधादिरपीति क्रोधोऽहमित्यादिविकल्पमात्मनो
ટીકાકારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો
આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છેઆવું જે જાણે છે તે સમસ્ત
કર્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે
છે
આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત
(એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદનઅનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને
પોતાના સ્વાદનું ભેળસેળપણેએકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની)
શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે
છે; તેથી ‘
હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ,
અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન(સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો
થકો કર્તા પ્રતિભાસે છે.
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક્
પૃથક્ સ્વાદનું સ્વાદનઅનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું
એકરૂપે નહિ પણભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ
છે એવો હોય છે; તેથી તે જાણે છે કે ‘‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત
અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો
આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા
બેસ્વાદ) છે; તેમની સાથે
જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;’’ આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે
છે; તેથી ‘અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૭૫