मनागपि न करोति; ततः समस्तमपि कर्तृत्वमपास्यति; ततो नित्यमेवोदासीनावस्थो जानन्
एवास्ते; ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनो भूतोऽत्यन्तमकर्ता प्रतिभाति ।
(वसन्ततिलका)
अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्धया
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम् ।।५७।।
તે હું નથી’ એમ જાણતો થકો ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી;
તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા
જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા
પ્રતિભાસે છે.
ભાવાર્થઃ — જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે
કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી
પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ किल ] નિશ્ચયથી [ स्वयं ज्ञानं भवन् अपि ] સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં
[ अज्ञानतः तु ] અજ્ઞાનને લીધે [ यः ] જે જીવ, [ सतृणाभ्यवहारकारी ] ઘાસ સાથે ભેળસેળ
સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [ रज्यते ] રાગ કરે છે (અર્થાત્ રાગનો
અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ असौ ] તે, [ दधीक्षुमधुराम्लरसातिगृद्धया ] દહીં-
ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [ रसालम् पीत्वा ] શિખંડને
પીતાં છતાં [ गां दुग्धम् दोग्धि इव नूनम् ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના
જેવો છે.
ભાવાર્થઃ — જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી
તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે
રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને
માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે
છે. ૫૭.
૧૭૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-