કહાનજૈનશાસ્ત્રમાળા ]
अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः ।
शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवन्त्याकुलाः ।।५८।।
जानाति हंस इव वाःपयसोर्विशेषम् ।
जानीत एव हि करोति न किञ्चनापि ।।५९।।
શ્લોકાર્થઃ — [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ मृगतृष्णिकां जलधिया ] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [ मृगाः पातुं धावन्ति ] હરણો તેને પીવા દોડે છે; [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ तमसि रज्जौ भुजगाध्यासेन ] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [ जनाः द्रवन्ति ] લોકો (ભયથી) ભાગી જાય છે; [ च ] અને (તેવી રીતે) [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ अमी ] આ જીવો, [ वातोत्तरङ्गाब्धिवत् ] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ विकल्पचक्रकरणात् ] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી — [ शुद्धज्ञानमयाः अपि ] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ — [ आकुलाः ] આકુળતા બનતા થતા [ स्वयम् ] પોતાની મેળે [ कर्त्रीभवन्ति ] કર્તા થાય છે.
ભાવાર્થઃ — અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાંને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે — જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ — અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮.
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ हंसः वाःपयसोः इव ] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે તેમ [ यः ] જે જીવ [ ज्ञानात् ] જ્ઞાનને લીધે [ विवेचकतया ] વિવેકવાળો (ભેદજ્ઞાનવાળો) હોવાથી [ परात्मनोः तु ] પરના અને પોતાના [ विशेषम् ] વિશેષને [ जानाति ]