૧૮૨
कदाचिदज्ञानेन करणादात्मापि कर्ताऽस्तु तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात् ।
તો આત્મા પણ કર્તા (કદાચિત્) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.
ભાવાર્થઃ — યોગ એટલે (મન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું – જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસારઅવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ – ઉપયોગનો કર્તા કહી શકાય.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ — દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.
હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છેઃ —
ગાથાર્થઃ — [ ये ] જે [ ज्ञानावरणानि ] જ્ઞાનાવરણાદિક [ पुद्गलद्रव्याणां ] પુદ્ગલદ્રવ્યોના [ परिणामाः ] પરિણામ [ भवन्ति ] છે [ तानि ] તેમને [ यः आत्मा ] જે આત્મા [ न करोति ] કરતો નથી પરંતુ [ जानाति ] જાણે છે [ सः ] તે [ ज्ञानी ] જ્ઞાની [ भवति ] છે.