કહાનજૈનશાસ્ત્રમાળા ]
यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं कर्म तदयमात्मा तन्मयत्वानुषङ्गात्
व्याप्यव्यापकभावेन तावन्न करोति, नित्यकर्तृत्वानुषङ्गान्निमित्तनैमित्तिकभावेनापि न तत्कुर्यात् ।
अनित्यौ योगोपयोगावेव तत्र निमित्तत्वेन कर्तारौ । योगोपयोगयोस्त्वात्मविकल्पव्यापारयोः
દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.
આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवः ] જીવ [ घटं ] ઘટને [ न करोति ] કરતો નથી, [ पटं न एव ] પટને કરતો નથી, [ शेषकानि ] બાકીનાં કોઈ [ द्रव्याणि ] દ્રવ્યોને (વસ્તુઓને) [ न एव ] કરતો નથી; [ च ] પરંતુ [ योगोपयोगौ ] જીવના યોગ અને ઉપયોગ [ उत्पादकौ ] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [ तयोः ] તેમનો [ कर्ता ] કર્તા [ भवति ] જીવ થાય છે.
ટીકાઃ — ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્યકર્તૃત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો) પ્રસંગ આવે. અનિત્ય (અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના ( – પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો