૧૮૦
त्यस्ति व्यामोहः ।
यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथानुप-
पत्तेर्नियमेन तन्मयः स्यात्; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति । ततो व्याप्य-
व्यापकभावेन न तस्य कर्तास्ति ।
હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી — કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.
ભાવાર્થઃ — ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.
વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ यदि च ] જો [ सः ] આત્મા [ परद्रव्याणि ] પરદ્રવ્યોને [ कुर्यात् ] કરે તો તે [ नियमेन ] નિયમથી [ तन्मयः ] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ भवेत् ] થઈ જાય; [ यस्मात् न तन्मयः ] પરંતુ તન્મય નથી [ तेन ] તેથી [ सः ] તે [ तेषां ] તેમનો [ कर्ता ] કર્તા [ न भवति ] નથી.
ટીકાઃ — જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.
ભાવાર્થઃ — એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક