કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यवहारिणां हि यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां घटादिपरद्रव्यात्मकं बहिःकर्म कुर्वन् प्रतिभाति ततस्तथा क्रोधादिपरद्रव्यात्मकं च समस्तमन्तःकर्मापि करोत्यविशेषादि-
એ જ વાતને દ્રઢ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ आत्मा ज्ञानं ] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, [ स्वयं ज्ञानं ] પોતે જ્ઞાન જ છે; [ ज्ञानात् अन्यत् किम् करोति ] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [ आत्मा परभावस्य कर्ता ] આત્મા પરભાવનો કર્તા છે [ अयं ] એમ માનવું (તથા કહેવું) તે [ व्यवहारिणाम् मोहः ] વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬૨.
હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ —
ગાથાર્થઃ — [ व्यवहारेण तु ] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [ इह ] જગતમાં [ आत्मा ] આત્મા [ घटपटरथान् द्रव्याणि ] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [ च ] વળી [ करणानि ] ઇંદ્રિયોને, [ विविधानि ] અનેક પ્રકારનાં [ कर्माणि ] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [ च नोकर्माणि ] અને શરીરાદિ નોકર્મોને [ करोति ] કરે છે.
ટીકાઃ — જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ — બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ