Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 184 of 642
PDF/HTML Page 215 of 673

 

background image
यं भावं शुभमशुभं करोत्यात्मा स तस्य खलु कर्ता
तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा ।।१०२।।
इह खल्वनादेरज्ञानात्परात्मनोरेकत्वाध्यासेन पुद्गलकर्मविपाकदशाभ्यां मन्दतीव्रस्वादाभ्याम-
चलितविज्ञानघनैकस्वादस्याप्यात्मनः स्वादं भिन्दानः शुभमशुभं वा यो यं भावमज्ञानरूपमात्मा
करोति स आत्मा तदा तन्मयत्वेन तस्य भावस्य व्यापकत्वाद्भवति कर्ता, स भावोऽपि च तदा
तन्मयत्वेन तस्यात्मनो व्याप्यत्वाद्भवति कर्म; स एव चात्मा तदा तन्मयत्वेन तस्य भावस्य
भावकत्वाद्भवत्यनुभविता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो भाव्यत्वाद्भवत्यनुभाव्यः
एवमज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्
ગાથાર્થ[ आत्मा ] આત્મા [ यं ] જે [ शुभम् अशुभम् ] શુભ કે અશુભ [ भावं ]
(પોતાના) ભાવને [ करोति ] કરે છે [ तस्य ] તે ભાવનો [ सः ] તે [ खलु ] ખરેખર [ कर्ता ]
કર્તા થાય છે, [ तत् ] તે (ભાવ) [ तस्य ] તેનું [ कर्म ] કર્મ [ भवति ] થાય છે [ सः आत्मा
तु ] અને તે આત્મા [ तस्य ] તેનો (તે ભાવરૂપ કર્મનો) [ वेदकः ] ભોક્તા થાય છે.
ટીકાપોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં
જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી
મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ)
સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે
તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે
આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો
ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્
ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે
તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે
અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
ભાવાર્થપુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ
કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ
શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને
અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની
કોઈ નથી.
૧૮૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-