Samaysar (Gujarati). Gatha: 103.

< Previous Page   Next Page >


Page 185 of 642
PDF/HTML Page 216 of 673

 

background image
न च परभावः केनापि कर्तुं पार्येत
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे
सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ।।१०३।।
यो यस्मिन् गुणे द्रव्ये सोऽन्यस्मिंस्तु न सङ्क्रामति द्रव्ये
सोऽन्यदसङ्क्रान्तः कथं तत्परिणामयति द्रव्यम् ।।१०३।।
इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिच्चिदात्मन्यचिदात्मनि वा
द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः, स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्त-
स्मिन्नेव वर्तेत, न पुनः द्रव्यान्तरं गुणान्तरं वा सङ्क्रामेत
द्रव्यान्तरं गुणान्तरं वाऽसङ्क्रामंश्च
कथं त्वन्यं वस्तुविशेषं परिणामयेत् ? अतः परभावः केनापि न कर्तुं पार्येत
પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે
જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્યે સંક્રમે;
અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩.
ગાથાર્થ[ यः ] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [ यस्मिन् द्रव्ये ] જે દ્રવ્યમાં અને [ गुणे ]
ગુણમાં વર્તે છે [ सः ] તે [ अन्यस्मिन् तु ] અન્ય [ द्रव्ये ] દ્રવ્યમાં તથા ગુણમાં [ न सङ्क्रामति ]
સંક્રમણ પામતી નથી ( અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી); [ अन्यत् असङ्क्रान्तः ]
અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [ सः ] તે (વસ્તુ), [ तत् द्रव्यम् ] અન્ય વસ્તુને [ कथं ] કેમ
[ परिणामयति ] પરિણમાવી શકે?
ટીકાજગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે
અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર
અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં
જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે
નહિ સંક્રમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે
? (કદી ન પરિણમાવી શકે.) માટે
પરભાવ કોઈથી કરી શકાય નહિ.
ભાવાર્થજે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની
મર્યાદા છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૮૫
24