કહાનજૈનશાસ્ત્રમાળા ]
खल्वाधत्ते; द्रव्यान्तरसङ्क्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात्तदुभयं तु तस्मिन्न- नादधानः कथं नु तत्त्वतस्तस्य कर्ता प्रतिभायात् ? ततः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता ।
इह खलु पौद्गलिककर्मणः स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानात्तन्निमित्तभूतेना-
ज्ञानभावेन परिणमनान्निमित्तीभूते सति सम्पद्यमानत्वात् पौद्गलिकं कर्मात्मना कृतमिति निर्विकल्प- विज्ञानघनभ्रष्टानां विकल्पपरायणानां परेषामस्ति विकल्पः । स तूपचार एव, न तु परमार्थः ।
પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ – બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.
માટે આ સિવાય બીજો — એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે — ઉપચાર છે, એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवे ] જીવ [ हेतुभूते ] નિમિત્તભૂત બનતાં [ बन्धस्य तु ] કર્મબંધનું [ परिणामम् ] પરિણામ થતું [ दृष्टवा ] દેખીને, ‘[ जीवेन ] જીવે [ कर्म कृतं ] કર્મ કર્યું’ એમ [ उपचारमात्रेण ] ઉપચારમાત્રથી [ भण्यते ] કહેવાય છે.
ટીકાઃ — આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.