Samaysar (Gujarati). Gatha: 106.

< Previous Page   Next Page >


Page 188 of 642
PDF/HTML Page 219 of 673

 

background image
कथमिति चेत्
जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो
ववहारेण तह कदं णाणावरणादि जीवेण ।।१०६।।
योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः
व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन ।।१०६।।
यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणम-
मानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः तथा ज्ञानावरणादिकर्मपरिणामेन
स्वयं परिणममानेन पुद्गलद्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन
स्वयमपरिणममानस्यात्मनः किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः
ભાવાર્થઃકદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છે
યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે,
એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.
ગાથાર્થ[ योधैः ] યોદ્ધાઓ વડે [ युद्धे कृते ] યુદ્ધ કરવામાં આવતાં, ‘[ राज्ञा कृतम् ]
રાજાએ યુદ્ધ કર્યું’ [ इति ] એમ [ लोकः ] લોક [ जल्पते ] (વ્યવહારથી) કહે છે [ तथा ] તેવી
રીતે ‘[ ज्ञानावरणादि ] જ્ઞાનાવરણાદિ કર્મ [ जीवेन कृतं ] જીવે કર્યું’ [ व्यवहारेण ] એમ વ્યવહારથી
કહેવાય છે.
ટીકાજેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં,
યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો ઉપચાર છે,
પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે
જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા
આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થયોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું’ એમ ઉપચારથી
કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્યે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘જીવે કર્મ કર્યું’ એમ
ઉપચારથી કહેવાય છે.
૧૮૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-