કહાનજૈનશાસ્ત્રમાળા ]
अयं खल्वात्मा न गृह्णाति, न परिणमयति, नोत्पादयति, न करोति, न बध्नाति, व्याप्य- व्यापकभावाभावात्, प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म । यत्तु व्याप्यव्यापक- भावाभावेऽपि प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयति उत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स किलोपचारः ।
कथमिति चेत् —
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યુંઃ —
ગાથાર્થઃ — [ आत्मा ] આત્મા [ पुद्गलद्रव्यम् ] પુદ્ગલદ્રવ્યને [ उत्पादयति ] ઉપજાવે છે, [ करोति च ] કરે છે, [ बध्नाति ] બાંધે છે, [ परिणामयति ] પરિણમાવે છે [ च ] અને [ गृह्णाति ] ગ્રહણ કરે છે — એ [ व्यवहारनयस्य ] વ્યવહારનયનું [ वक्तव्यम् ] કથન છે.
ટીકાઃ — આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય – એવા પુદ્ગલદ્રવ્યાત્મક ( – પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, ‘‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય – એવા પુદ્ગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે’’ એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થઃ — વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંતથી કહે છેઃ —