Samaysar (Gujarati). Gatha: 108.

< Previous Page   Next Page >


Page 190 of 642
PDF/HTML Page 221 of 673

 

background image
जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो
तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ।।१०८।।
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः
तथा जीवो व्यवहारात् द्रव्यगुणोत्पादको भणितः ।।१०८।।
यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापक-
भावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत
एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः
ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી,
ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.
ગાથાર્થ[ यथा ] જેમ [ राजा ] રાજાને [ दोषगुणोत्पादकः इति ] પ્રજાના દોષ અને
ગુણનો ઉત્પન્ન કરનાર [ व्यवहारात् ] વ્યવહારથી [ आलपितः ] કહ્યો છે, [ तथा ] તેમ [ जीवः ]
જીવને [ द्रव्यगुणोत्पादकः ] પુદ્ગલદ્રવ્યનાં દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [ व्यवहारात् ] વ્યવહારથી
[ भणितः ] કહ્યો છે.
ટીકાજેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-
ભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાંજોકે તે ગુણદોષોને
અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ‘તેમનો ઉત્પાદક રાજા છે’ એવો
ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને
વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે
ગુણદોષોની ઉત્પત્તિ થતાં
જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે
તોપણ‘તેમનો ઉત્પાદક જીવ છે’ એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થજગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના
ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો
ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે
૧૯૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-