Samaysar (Gujarati). Kalash: 63 Gatha: 109-111.

< Previous Page   Next Page >


Page 191 of 642
PDF/HTML Page 222 of 673

 

background image
(वसन्ततिलका)
जीवः करोति यदि पुद्गलकर्म नैव
कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव
एतर्हि तीव्ररयमोहनिवर्हणाय
सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ
।।६३।।
सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो
मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा ।।१०९।।
तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो
मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ।।११०।।
एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा
ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा ।।१११।।
શ્લોકાર્થ[ यदि पुद्गलकर्म जीवः न एव करोति ] જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી
[ तर्हि ] તો [ तत् कः कुरुते ] તેને કોણ કરે છે?’ [ इति अभिशङ्कया एव ] એવી આશંકા કરીને,
[ एतर्हि ] હવે [ तीव्र-रय-मोह-निवर्हणाय ] તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો)
નાશ કરવા માટે, [ पुद्गलकर्मकर्तृ सङ्कीर्त्यते ] ‘પુદ્ગલકર્મનો કર્તા કોણ છે’ તે કહીએ છીએ;
[ शृणुत ] તે (હે જ્ઞાનના ઇચ્છક પુરુષો!) તમે સાંભળો. ૬૩.
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે
સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા,
મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯.
વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો,
મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦.
પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ,
તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૯૧