Samaysar (Gujarati). Gatha: 112.

< Previous Page   Next Page >


Page 192 of 642
PDF/HTML Page 223 of 673

 

background image
गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा
तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ।।११२।।
सामान्यप्रत्ययाः खलु चत्वारो भण्यन्ते बन्धकर्तारः
मिथ्यात्वमविरमणं कषाययोगौ च बोद्धव्याः ।।१०९।।
तेषां पुनरपि चायं भणितो भेदस्तु त्रयोदशविकल्पः
मिथ्यादृष्टयादिः यावत् सयोगिनश्चरमान्तः ।।११०।।
एते अचेतनाः खलु पुद्गलकर्मोदयसम्भवा यस्मात्
ते यदि कुर्वन्ति कर्म नापि तेषां वेदक आत्मा ।।१११।।
गुणसंज्ञितास्तु एते कर्म कुर्वन्ति प्रत्यया यस्मात्
तस्माज्जीवोऽकर्ता गुणाश्च कुर्वन्ति कर्माणि ।।११२।।
જેથી ખરે ‘ગુણ’ નામના આ પ્રત્યયો કર્મો કરે,
તેથી અકર્તા જીવ છે, ‘ગુણો’ કરે છે કર્મને. ૧૧૨.
ગાથાર્થ[ चत्वारः ] ચાર [ सामान्यप्रत्ययाः ] સામાન્ય પ્રત્યયો [ खलु ] નિશ્ચયથી
[ बन्धकर्तारः ] બંધના કર્તા [ भण्यन्ते ] કહેવામાં આવે છે[ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अविरमणं ]
અવિરમણ [ च ] તથા [ कषाययोगौ ] કષાય અને યોગ (એ ચાર) [ बोद्धव्याः ] જાણવા. [ पुनः
अपि च ] અને વળી [ तेषां ] તેમનો, [ अयं ][ त्रयोदशविकल्पः ] તેર પ્રકારનો [ भेदः तु ]
ભેદ [ भणितः ] કહેવામાં આવ્યો છે[ मिथ्यादृष्टयादिः ] મિથ્યાદ્રષ્ટિ(ગુણસ્થાન)થી માંડીને
[ सयोगिनः चरमान्तः यावत् ] સયોગકેવળી(ગુણસ્થાન)ના ચરમ સમય સુધીનો. [ एते ]
(પ્રત્યયો અથવા ગુણસ્થાનો) [ खलु ] કે જેઓ નિશ્ચયથી [ अचेतनाः ] અચેતન છે [ यस्मात् ]
કારણ કે [ पुद्गलकर्मोदयसम्भवाः ] પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે [ ते ] તેઓ [ यदि ] જો
[ कर्म ] કર્મ [ कुर्वन्ति ] કરે તો ભલે કરે; [ तेषां ] તેમનો (કર્મોનો) [ वेदकः अपि ] ભોક્તા પણ
[ आत्मा न ] આત્મા નથી. [ यस्मात् ] જેથી [ एते ][ गुणसंज्ञिताः तु ] ‘ગુણ’ નામના
[ प्रत्ययाः ] પ્રત્યયો [ कर्म ] કર્મ [ कुर्वन्ति ] કરે છે [ तस्मात् ] તેથી [ जीवः ] જીવ તો [ अकर्ता ]
કર્મનો અકર્તા છે [ च ] અને [ गुणाः ]ગુણો’ જ [ कर्माणि ] કર્મોને [ कुर्वन्ति ] કરે છે.
પ્રત્યયો = કર્મબંધનાં કારણો અર્થાત્ આસ્રવો
૧૯૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-