पुद्गलकर्मणः किल पुद्गलद्रव्यमेवैकं कर्तृ; तद्विशेषाः मिथ्यात्वाविरतिकषाययोगा बन्धस्य
सामान्यहेतुतया चत्वारः कर्तारः । ते एव विकल्प्यमाना मिथ्यादृष्टयादिसयोगकेवल्यन्तास्त्रयोदश
कर्तारः । अथैते पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यन्तमचेतनाः सन्तस्त्रयोदश कर्तारः केवला एव
यदि व्याप्यव्यापकभावेन किञ्चनापि पुद्गलकर्म कुर्युस्तदा कुर्युरेव; किं जीवस्यात्रापतितम् ?
अथायं तर्कः — पुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः स्वयमेव मिथ्यादृष्टिर्भूत्वा पुद्गलकर्म
करोति । स किलाविवेकः, यतो न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयमिथ्यात्वादि-
वेदकोऽपि, कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम ? अथैतदायातम् — यतः पुद्गलद्रव्यमयानां चतुर्णां
सामान्यप्रत्ययानां विकल्पास्त्रयोदश विशेषप्रत्यया गुणशब्दवाच्याः केवला एव कुर्वन्ति कर्माणि,
ततः पुद्गलकर्मणामकर्ता जीवो, गुणा एव तत्कर्तारः । ते तु पुद्गलद्रव्यमेव । ततः स्थितं
पुद्गलकर्मणः पुद्गलद्रव्यमेवैकं कर्तृ ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૯૩
ટીકાઃ — ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો — મિથ્યાત્વ,
અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ
કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી
સુધીના તેર કર્તા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા
આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં
જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે ‘‘પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો
(ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે’’. (તેનું સમાધાન ઃ — ) આ
તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલ-
દ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ
ફલિત થયું કે — જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ
‘ગુણ’ શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને
કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ‘ગુણો’ જ તેમના કર્તા છે; અને તે ‘ગુણો’ તો
પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
ભાવાર્થઃ — શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ
પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ
સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ
થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા ( – કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો
કર્તા માનવો તે અજ્ઞાન છે.
25