न च जीवप्रत्यययोरेकत्वम्
जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो ।
जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ।।११३।।
एवमिह जो दु जीवो सो चेव दु णियमदो तहाऽजीवो ।
अयमेयत्ते दोसो पच्चयणोकम्मकम्माणं ।।११४।।
अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा ।
जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ।।११५।।
यथा जीवस्यानन्य उपयोगः क्रोधोऽपि तथा यद्यनन्यः ।
जीवस्याजीवस्य चैवमनन्यत्वमापन्नम् ।।११३।।
एवमिह यस्तु जीवः स चैव तु नियमतस्तथाऽजीवः ।
अयमेकत्वे दोषः प्रत्ययनोकर्मकर्मणाम् ।।११४।।
अथ ते अन्यः क्रोधोऽन्यः उपयोगात्मको भवति चेतयिता ।
यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म नोकर्माप्यन्यत् ।।११५।।
૧૯૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે ઃ —
ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો,
તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩.
તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે;
નોકર્મ, પ્રત્યય, કર્મના એકત્વમાં પણ દોષ એ. ૧૧૪.
જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે,
તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫.
ગાથાર્થ
ઃ — [यथा] જેમ [जीवस्य] જીવને [उपयोगः] ઉપયોગ [अनन्यः] અનન્ય
અર્થાત્ એકરૂપ છે [तथा] તેમ [यदि] જો [क्रोधः अपि] ક્રોધ પણ [अनन्यः] અનન્ય હોય તો
[एवम्] એ રીતે [जीवस्य] જીવને [च] અને [अजीवस्य] અજીવને [अनन्यत्वम्] અનન્યપણું