यदि यथा जीवस्य तन्मयत्वाज्जीवादनन्य उपयोगस्तथा जडः क्रोधोऽप्यनन्य एवेति
प्रतिपत्तिस्तदा चिद्रूपजडयोरनन्यत्वाज्जीवस्योपयोगमयत्ववज्जडक्रोधमयत्वापत्तिः । तथा सति तु य एव
जीवः स एवाजीव इति द्रव्यान्तरलुप्तिः । एवं प्रत्ययनोकर्मकर्मणामपि जीवादनन्यत्वप्रतिपत्तावयमेव
दोषः । अथैतद्दोषभयादन्य एवोपयोगात्मा जीवोऽन्य एव जडस्वभावः क्रोधः इत्यभ्युपगमः, तर्हि
यथोपयोगात्मनो जीवादन्यो जडस्वभावः क्रोधः तथा प्रत्ययनोकर्मकर्माण्यप्यन्यान्येव, जड-
स्वभावत्वाविशेषात् । नास्ति जीवप्रत्यययोरेकत्वम् ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૯૫
[आपन्नम्] આવી પડ્યું. [एवम् च] એમ થતાં, [इह] આ જગતમાં [यः तु] જે [जीवः] જીવ
છે [सः एव तु] તે જ [नियमतः] નિયમથી [तथा] તેવી જ રીતે [अजीवः] અજીવ ઠર્યો; (બન્નેનું
અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો;) [प्रत्ययनोकर्मकर्मणाम्] પ્રત્યય, નોકર્મ અને કર્મના [एकत्वे]
એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [अयम् दोषः] આ જ દોષ આવે છે. [अथ] હવે જો
(આ દોષના ભયથી) [ते] તારા મતમાં [क्रोधः] ક્રોધ [अन्यः] અન્ય છે અને [उपयोगात्मकः]
ઉપયોગસ્વરૂપ [चेतयिता] આત્મા [अन्यः] અન્ય [भवति] છે, તો [यथा क्रोधः] જેમ ક્રોધ [तथा]
તેમ [प्रत्ययाः] પ્રત્યયો [कर्म] કર્મ અને [नोकर्म अपि] નોકર્મ પણ [अन्यत्] આત્માથી અન્ય
જ છે.
ટીકાઃ — જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ
પણ અનન્ય જ છે એવી જો ૧પ્રતિપત્તિ કરવામાં આવે, તો ૨ચિદ્રૂપના અને જડના અનન્યપણાને
લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ
તે જ અજીવ ઠરે, — એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ
જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી
એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે,
તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય
જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય,
નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.
ભાવાર્થઃ — મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો
જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે
આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
૧. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન.
૨. ચિદ્રૂપ = જીવ