जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन ।
यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति ।।११६।।
कार्मणवर्गणासु चापरिणममानासु कर्मभावेन ।
संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा ।।११७।।
जीवः परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन ।
तानि स्वयमपरिणममानानि कथं नु परिणामयति चेतयिता ।।११८।।
अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलं द्रव्यम् ।
जीवः परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या ।।११९।।
नियमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलं द्रव्यम् ।
तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तच्चैव ।।१२०।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૯૭
ગાથાર્થઃ — [इदम् पुद्गलद्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [जीवे] જીવમાં [स्वयं] સ્વયં [बद्धं न]
બંધાયું નથી અને [कर्मभावेन] કર્મભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતું નથી [यदि] એમ
જો માનવામાં આવે [तदा] તો તે [अपरिणामी] અપરિણામી [भवति] ઠરે છે; [च] અને
[कार्मणवर्गणासु] કાર્મણવર્ગણાઓ [कर्मभावेन] કર્મભાવે [अपरिणममानासु] નહિ પરિણમતાં,
[संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો
પ્રસંગ આવે છે.
વળી [जीवः] જીવ [पुद्गलद्रव्याणि] પુદ્ગલદ્રવ્યોને [कर्मभावेन] કર્મભાવે [परिणामयति]
પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानानि] સ્વયં
નહિ પરિણમતી એવી [तानि] તે વર્ગણાઓને [चेतयिता] ચેતન આત્મા [कथं नु] કેમ
[परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [स्वयमेव हि]
પોતાની મેળે જ [कर्मभावेन] કર્મભાવે [परिणमते] પરિણમે છે એમ માનવામાં આવે, તો [जीवः]
જીવ [कर्म] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [कर्मत्वम्] કર્મપણે [परिणामयति] પરિણમાવે છે [इति]
એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.
[नियमात्] માટે જેમ નિયમથી [कर्मपरिणतं] *કર્મરૂપે પરિણમેલું [पुद्गलम् द्रव्यम्]
પુદ્ગલદ્રવ્ય [कर्म चैव] કર્મ જ [भवति] છે [तथा] તેવી રીતે [ज्ञानावरणादिपरिणतं] જ્ઞાનાવરણાદિ-
રૂપે પરિણમેલું
[तत्] પુદ્ગલદ્રવ્ય [तत् च एव] જ્ઞાનાવરણાદિ જ [जानीत] જાણો.
* કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે — માટીનું કર્મ ઘડો.