यदि पुद्गलद्रव्यं जीवे स्वयमबद्धं सत्कर्मभावेन स्वयमेव न परिणमेत, तदा तदपरिणाम्येव
स्यात् । तथा सति संसाराभावः । अथ जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयति ततो न
संसाराभावः इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा जीवः पुद्गलद्रव्यं कर्मभावेन
परिणामयेत् ? न तावत्तत्स्वयमपरिणममानं परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्तिः
कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानं तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः
परमपेक्षन्ते । ततः पुद्गलद्रव्यं परिणामस्वभावं स्वयमेवास्तु । तथा सति कलशपरिणता मृत्तिका स्वयं
कलश इव जडस्वभावज्ञानावरणादिकर्मपरिणतं तदेव स्वयं ज्ञानावरणादिकर्म स्यात् । इति सिद्धं
पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वम् ।
(उपजाति)
स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य
स्वभावभूता परिणामशक्तिः ।
तस्यां स्थितायां स करोति भावं
यमात्मनस्तस्य स एव कर्ता ।।६४।।
૧૯૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકાઃ — જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થકું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે,
તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે
ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે
કે ‘‘જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી’’, તો તેનું
નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ — શું જીવ સ્વયં અપરિણમતા પુદ્ગલદ્રવ્યને કર્મભાવે
પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ;
કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.
(માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા
ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય
છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે
પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું
પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति] આ રીતે [पुद्गलस्य] પુદ્ગલદ્રવ્યની [स्वभावभूता परिणामशक्तिः]
સ્વભાવભૂત પરિણમનશક્તિ
[खलु अविघ्ना स्थिता] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां] એ