जीवस्य परिणामित्वं साधयति —
ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं ।
जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि ।।१२१।।
अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं ।
संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ।।१२२।।
पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं ।
तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो ।।१२३।।
अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी ।
कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा ।।१२४।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૯૯
સિદ્ધ થતાં, [सः आत्मनः यम् भावं करोति] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [तस्य सः
एव कर्ता] તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે.
ભાવાર્થઃ — સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ
કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪.
હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છેઃ —
કર્મે સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે,
તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧.
ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે,
સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨.
જો ક્રોધ — પુદ્ગલકર્મ — જીવને પરિણમાવે ક્રોધમાં,
ક્યમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩.
અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે — તુજ બુદ્ધિ છે,
તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં — મિથ્યા બને. ૧૨૪.