अथैतदेव दृष्टान्तेन समर्थयते —
कणयमया भावादो जायंते कुंडलादओ भावा ।
अयमयया भावादो जह जायंते दु कडयादी ।।१३०।।
अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायंते ।
णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होंति ।।१३१।।
कनकमयाद्भावाज्जायन्ते कुण्डलादयो भावाः ।
अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः ।।१३०।।
अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते ।
ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति ।।१३१।।
यथा खलु पुद्गलस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वात्
कार्याणां, जाम्बूनदमयाद्भावाज्जाम्बूनदजातिमनतिवर्तमाना जाम्बूनदकुण्डलादय एव भावा
હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ —
જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે,
પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦.
ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને,
પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧.
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ कनकमयात् भावात् ] સુવર્ણમય ભાવમાંથી [ कुण्डलादयः
भावाः ] સુવર્ણમય કુંડળ વગેરે ભાવો [ जायन्ते ] થાય છે [ तु ] અને [ अयोमयकात् भावात् ]
લોહમય ભાવમાંથી [ कटकादयः ] લોહમય કડાં વગેરે ભાવો [ जायन्ते ] થાય છે, [ तथा ] તેમ
[ अज्ञानिनः ] અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) [ बहुविधाः अपि ] અનેક પ્રકારના [ अज्ञानमयाः
भावाः ] અજ્ઞાનમય ભાવો [ जायन्ते ] થાય છે [ तु ] અને [ ज्ञानिनः ] જ્ઞાનીને (જ્ઞાનમય
ભાવમાંથી) [ सर्वे ] સર્વ [ ज्ञानमयाः भावाः ] જ્ઞાનમય ભાવો [ भवन्ति ] થાય છે.
ટીકાઃ — જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો
થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૦૭