Samaysar (Gujarati). Kalash: 67.

< Previous Page   Next Page >


Page 206 of 642
PDF/HTML Page 237 of 673

 

background image
अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः
यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः ।।१२९।।
यतो ह्यज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽप्यज्ञानमयत्वमनति-
वर्तमानोऽज्ञानमय एव स्यात्, ततः सर्वे एवाज्ञानमया अज्ञानिनो भावाः यतश्च ज्ञानमयाद्भावाद्यः
कश्चनापि भावो भवति स सर्वोऽपि ज्ञानमयत्वमनतिवर्तमानो ज्ञानमय एव स्यात्, ततः सर्वे
एव ज्ञानमया ज्ञानिनो भावाः
(अनुष्टुभ्)
ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि
सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते ।।६७।।
[ भावः ] ભાવ [ जायते ] ઉત્પન્ન થાય છે [ तस्मात् ] તેથી [ अज्ञानिनः ] અજ્ઞાનીના [ भावाः ]
ભાવો [ अज्ञानमयाः ] અજ્ઞાનમય જ હોય છે.
ટીકાઃખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય
અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય
અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય
જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય
જ્ઞાનમય હોય છે.
ભાવાર્થઃજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે.
અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત,
તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને
જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ ज्ञानिनः ] જ્ઞાનીના [ सर्वे भावाः ] સર્વ ભાવો [ ज्ञाननिर्वृत्ताः हि ] જ્ઞાનથી
નીપજેલા (રચાયેલા) [ भवन्ति ] હોય છે [ तु ] અને [ अज्ञानिनः ] અજ્ઞાનીના [ सर्वे
अपि ते ] સર્વ ભાવો [ अज्ञाननिर्वृत्ताः ] અજ્ઞાનથી નીપજેલા (રચાયેલા) [ भवन्ति ] હોય
છે. ૬૭.
૨૦૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-