(आर्या)
ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः ।
अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः ।।६६।।
णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो ।
जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया ।।१२८।।
अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो ।
जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ।।१२९।।
ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः ।
यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः ।।१२८।।
કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत् ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ
જ્ઞાનમય જ ભાવ હોય [ पुनः ] અને [ अन्यः न ] અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય?
[ अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः ] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય
અને [ अन्यः न ] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય? ૬૬.
આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.
અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.
ગાથાર્થઃ — [ यस्मात् ] કારણ કે [ ज्ञानमयात् भावात् च ] જ્ઞાનમય ભાવમાંથી [ ज्ञानमयः
एव ] જ્ઞાનમય જ [ भावः ] ભાવ [ जायते ] ઉત્પન્ન થાય છે [ तस्मात् ] તેથી [ ज्ञानिनः ] જ્ઞાનીના
[ सर्वे भावाः ] સર્વ ભાવો [ खलु ] ખરેખર [ ज्ञानमयाः ] જ્ઞાનમય જ હોય છે. [ च ] અને,
[ यस्मात् ] કારણ કે [ अज्ञानमयात् भावात् ] અજ્ઞાનમય ભાવમાંથી [ अज्ञानः एव ] અજ્ઞાનમય
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૦૫