एव भावः स्यात्, तस्मिंस्तु सति स्वपरयोरेकत्वाध्यासेन ज्ञानमात्रात्स्वस्मात्प्रभ्रष्टः पराभ्यां
रागद्वेषाभ्यां सममेकीभूय प्रवर्तिताहङ्कारः स्वयं किलैषोऽहं रज्ये रुष्यामीति रज्यते रुष्यति च;
तस्मादज्ञानमयभावादज्ञानी परौ रागद्वेषावात्मानं कुर्वन् करोति कर्माणि ।
ज्ञानिनस्तु सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वाद्यस्मात् ज्ञानमय एव भावः
स्यात्, तस्मिंस्तु सति स्वपरयोर्नानात्वविज्ञानेन ज्ञानमात्रे स्वस्मिन्सुनिविष्टः पराभ्यां रागद्वेषाभ्यां
पृथग्भूततया स्वरसत एव निवृत्ताहङ्कारः स्वयं किल केवलं जानात्येव, न रज्यते, न च रुष्यति;
तस्मात् ज्ञानमयभावात् ज्ञानी परौ रागद्वेषावात्मानमकुर्वन्न करोति कर्माणि ।
આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં
(હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી)
ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે ‘આ
હું ખરેખર રાગી છું, દ્વેષી છું (અર્થાત્ આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું)’ એમ (માનતો
થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા
રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય
પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે
જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક્ પ્રકારે સ્થિતિ) થયેલો, પર એવા રાગદ્વેષથી
પૃથગ્ભૂતપણાને ( ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો
પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો
નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને
કરતો નથી.
ભાવાર્થ ઃ — આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો)
ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું
ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે ‘‘આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તે જ મારું
સ્વરૂપ છે — તે જ હું છું’’. આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીદ્વેષી કરે
છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે ‘‘જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું
સ્વરૂપ છે — તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે — મારું સ્વરૂપ નથી’’. આમ રાગદ્વેષમાં
અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે; તેથી તે
૨૦૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-