Samaysar (Gujarati). Vishyanukramnika.

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 673

 

background image
પૂર્વરંગ
(પ્રથમ ૩૮ ગાથાઓમાં રંગભૂમિસ્થળ બાંધ્યું
છે; તેમાં જીવ નામના પદાર્થનું સ્વરૂપ કહ્યું
છે.) .... ....
મંગલાચરણ, ગ્રંથપ્રતિજ્ઞા . . . . . . . . . .
(આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે,
એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર
દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને
જીવ-પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળના
સંયોગથી વિભાવપરિણતિ પણ છે; કેમ કે
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક
પુદ્ગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ
પરિણમે છે અને એના નિમિત્તથી કાર્મણ-
વર્ગણારૂપ પુદ્ગલ કર્મરૂપ થઈને જીવ સાથે
બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની
અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે
નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો
ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી
જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની
સ્વસમય-પરસમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે
જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રભાવરૂપ
પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે
સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે
પુદ્ગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન
જીવનો પુદ્ગલકર્મ સાથે બંધ હોવાથી
પરસમયપણું છે તે સુંદર નથી, કારણ કે
એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં
વિ ષ યા નુ ક્ર મ ણિ કા
દુઃખ પામે છે; તેથી સ્વભાવમાં સ્થિર
થાય
સર્વથી જુદો થઈ એકલો સ્થિર
થાયત્યારે સુંદર (ઠીક) છે . . . . .
જીવને જુદાપણું અને એકપણું પામવું
દુર્લભ છે; કેમ કે બંધની કથા તો સર્વ
પ્રાણી કરે છે, એકત્વની કથા વિરલ
જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન...
આ એકત્વની કથાને અમે સર્વ નિજ વિભવથી
કહીએ છીએ; તેને અન્ય જીવો પણ પોતાના
અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો.....
શુદ્ધનયથી જોઈએ તો જીવ અપ્રમત્ત-પ્રમત્ત
બન્ને દશાઓથી જુદો એક જ્ઞાયકભાવ
માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે
તે સંબંધી . . . . . . . . . . . . . . . .
આ જ્ઞાયકભાવમાત્ર આત્માને દર્શન-જ્ઞાન-
ચારિત્રના ભેદરૂપ પણ અશુદ્ધપણું નથી,
જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે . . . . . .
વ્યવહારનય આત્માને અશુદ્ધ કહે છે તે
વ્યવહારનયના ઉપદેશનું પ્રયોજન . . . .
વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કઈ રીતે છે
તેનું, શ્રુતકેવળીના દ્રષ્ટાંત દ્વારા, નિરૂપણ
શુદ્ધનય સત્યાર્થ અને વ્યવહારનય અસત્યાર્થ
કહેલ છે . . . . . . . . . . . . . . . .
જે સ્વરૂપના શુદ્ધ પરમભાવને પ્રાપ્ત થયા છે
તેમને તો શુદ્ધનય જ પ્રયોજનવાન છે, અને
જેઓ સાધક અવસ્થામાં છે તેમને
વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
વિષય
ગાથા
વિષય
ગાથા
૯-૧૦
૧૧
૧૨