Samaysar (Gujarati). Kalash: 68 Gatha: 132-135.

< Previous Page   Next Page >


Page 209 of 642
PDF/HTML Page 240 of 673

 

background image
(अनुष्टुभ्)
अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्
द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ।।६८।।
अण्णाणस्स स उदओ जा जीवाणं अतच्चउवलद्धी
मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं ।।१३२।।
उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं
जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ ।।१३३।।
तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो
सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा ।।१३४।।
एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु
परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं ।।१३५।।
હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ अज्ञानी ] અજ્ઞાની [ अज्ञानमयभावानाम् भूमिकाम् ] (પોતાના) અજ્ઞાનમય
ભાવોની ભૂમિકામાં [ व्याप्य ] વ્યાપીને [ द्रव्यकर्मनिमित्तानां भावानाम् ] (આગામી) દ્રવ્યકર્મનાં
નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [ हेतुताम् एति ] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં
નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮.
આ જ અર્થ પાંચ ગાથાઓથી કહે છેઃ
અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો,
અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨.
જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો,
જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩.
શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો
ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪.
આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ જે,
તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૦૯
27