तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया ।
तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ।।१३६।।
अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः ।
मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम् ।।१३२।।
उदयोऽसंयमस्य तु यज्जीवानां भवेदविरमणम् ।
यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः ।।१३३।।
तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः ।
शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा ।।१३४।।
एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तु ।
परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः ।।१३५।।
કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે,
આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬.
ગાથાર્થઃ — [ जीवानाम् ] જીવોને [ या ] જે [ अतत्त्वोपलब्धिः ] તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્
વસ્તુસ્વરૂપનું અયથાર્થ – વિપરીત જ્ઞાન) છે [ सः ] તે [ अज्ञानस्य ] અજ્ઞાનનો [ उदयः ] ઉદય છે
[ तु ] અને [ जीवस्य ] જીવને [ अश्रद्दधानत्वम् ] જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે [ मिथ्यात्वस्य ]
મિથ્યાત્વનો [ उदयः ] ઉદય છે; [ तु ] વળી [ जीवानां ] જીવોને [ यद् ] જે [ अविरमणम् ]
અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે [ असंयमस्य ] અસંયમનો [ उदयः ] ઉદય [ भवेत् ] છે
[ तु ] અને [ जीवानां ] જીવોને [ यः ] જે [ कलुषोपयोगः ] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા
રહિત) ઉપયોગ છે [ सः ] તે [ कषायोदयः ] કષાયનો ઉદય છે; [ तु ] વળી [ जीवानां ] જીવોને
[ यः ] જે [ शोभनः अशोभनः वा ] શુભ કે અશુભ [ कर्तव्यः विरतिभावः वा ] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ
[ चेष्टोत्साहः ] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [ तं ] તે [ योगोदयं ] યોગનો ઉદય
[ जानीहि ] જાણ.
[ एतेषु ] આ (ઉદયો) [ हेतुभूतेषु ] હેતુભૂત થતાં [ यत् तु ] જે [ कार्मणवर्गणागतं ] કાર્મણ-
વર્ગણાગત (કાર્મણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [ ज्ञानावरणादिभावैः अष्टविधं ] જ્ઞાનાવરણાદિભાવોરૂપે
આઠ પ્રકારે [ परिणमते ] પરિણમે છે, [ तत् कार्मणवर्गणागतं ] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય
[ यदा ] જ્યારે [ खलु ] ખરેખર [ जीवनिबद्धं ] જીવમાં બંધાય છે [ तदा तु ] ત્યારે [ जीवः ] જીવ
૨૧૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-