यदि पुद्गलद्रव्यस्य तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव कर्मपरिणामो
જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ —
જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને,
તો જીવ ને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે!૧૩૭.
પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને,
જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે.૧૩૮.
ગાથાર્થઃ — [ यदि ] જો [ पुद्गलद्रव्यस्य ] પુદ્ગલદ્રવ્યને [ जीवेन सह चैव ] જીવની સાથેજ [ कर्मपरिणामः ] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમેછે) એમ માનવામાં આવે તો [ एवं ] એ રીતે [ पुद्गलजीवौ द्वौ अपि ] પુદ્ગલ અને જીવ બન્ને[ खलु ] ખરેખર [ कर्मत्वम् आपन्नौ ] કર્મપણાને પામે. [ तु ] પરંતુ [ कर्मभावेन ] કર્મભાવે[ परिणामः ] પરિણામ તો [ पुद्गलद्रव्यस्य एकस्य ] પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે [ तत् ] તેથી[ जीवभावहेतुभिः विना ] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [ कर्मणः ] કર્મનું[ परिणामः ] પરિણામ છે.
ટીકાઃ — જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામેપરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે — એમ