કહાનજૈનશાસ્ત્રમાળા ]
भवतीति वितर्कः, तदा पुद्गलद्रव्यजीवयोः सहभूतहरिद्रासुधयोरिव द्वयोरपि कर्मपरिणामापत्तिः । अथ चैकस्यैव पुद्गलद्रव्यस्य भवति कर्मत्वपरिणामः, ततो रागादिजीवाज्ञानपरिणामाद्धेतोः पृथग्भूत एव पुद्गलकर्मणः परिणामः ।
વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.
ભાવાર્થઃ — જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ —
ગાથાર્થઃ — [ जीवस्य तु ] જો જીવને [ कर्मणा च सह ] કર્મની સાથે જ [ रागादयः परिणामाः ] રાગાદિ પરિણામો [ खलु भवन्ति ] થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને રાગાદિરૂપે