Samaysar (Gujarati). Gatha: 141.

< Previous Page   Next Page >


Page 214 of 642
PDF/HTML Page 245 of 673

 

background image
एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः
तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः ।।१४०।।
यदि जीवस्य तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव रागाद्यज्ञानपरिणामो भवतीति
वितर्कः, तदा जीवपुद्गलकर्मणोः सहभूतसुधाहरिद्रयोरिव द्वयोरपि रागाद्यज्ञानपरिणामापत्तिः अथ
चैकस्यैव जीवस्य भवति रागाद्यज्ञानपरिणामः, ततः पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो एव जीवस्य
परिणामः
किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह
जीवे कम्मं बद्धं पुट्ठं चेदि ववहारणयभणिदं
सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठं हवदि कम्मं ।।१४१।।
પરિણમે છે) એમ માનવામાં આવે [ एवं ] તો એ રીતે [ जीवः कर्म च ] જીવ અને કર્મ [ द्वे अपि ]
બન્ને [ रागादित्वम् आपन्ने ] રાગાદિપણાને પામે. [ तु ] પરંતુ [ रागादिभिः परिणामः ] રાગાદિભાવે
પરિણામ તો [ जीवस्य एकस्य ] જીવને એકને જ [ जायते ] થાય છે [ तत् ] તેથી [ कर्मोदयहेतुभिः
विना ] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [ जीवस्य ] જીવનું [ परिणामः ] પરિણામ છે.
ટીકાઃજો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું
પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે
એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ
પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ
જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના
રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
ભાવાર્થઃજો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ
માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવ-
રાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત
છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
‘આત્માનાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે’તે હવે નયવિભાગથી કહે છેઃ
છે કર્મ જીવમાં બદ્ધસ્પૃષ્ટકથિત નય વ્યવહારનું;
પણ બદ્ધસ્પૃષ્ટ ન કર્મ જીવમાંકથન છે નય શુદ્ધનું. ૧૪૧.
૨૧૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-