जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम् ।
शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म ।।१४१।।
जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पृष्टं कर्मेति व्यवहार-
नयपक्षः । जीवपुद्गलकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरेकाज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः ।
ततः किम् —
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं ।
पक्खादिक्कंतो पुण भण्णदि जो सो समयसारो ।।१४२।।
कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम् ।
पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः ।।१४२।।
ગાથાર્થઃ — [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ बद्धं ] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [ च ]
તથા [ स्पृष्टं ] સ્પર્શાયેલું છે [ इति ] એવું [ व्यवहारनयभणितम् ] વ્યવહારનયનું કથન છે [ तु ] અને
[ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ अबद्धस्पृष्टं ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલું [ भवति ] છે એવું
[ शुद्धनयस्य ] શુદ્ધનયનું કથન છે.
ટીકાઃ — જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે
ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના
અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ
અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે,
— એમ હવે ગાથામાં કહે છેઃ —
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૨.
ગાથાર્થઃ — [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ बद्धम् ] બદ્ધ છે અથવા [ अबद्धं ] અબદ્ધ છે —
[ एवं तु ] એ પ્રકારે તો [ नयपक्षम् ] નયપક્ષ [ जानीहि ] જાણ; [ पुनः ] પણ [ यः ] જે
[ पक्षातिक्रान्तः ] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો) [ भण्यते ] કહેવાય છે [ सः ] તે
[ समयसारः ] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૧૫