કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वरूपगुप्ता निवसन्ति नित्यम् ।
स्त एव साक्षादमृतं पिबन्ति ।।६९।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७०।।
એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ये एव ] જેઓ [ नयपक्षपातं मुक्त्वा ] નયપક્ષપાતને છોડી [ स्वरूपगुप्ताः ] (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને [ नित्यम् ] સદા [ निवसन्ति ] રહે છે [ ते एव ] તેઓ જ, [ विकल्पजालच्युतशान्तचित्ताः ] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [ साक्षात् अमृतं पिबन्ति ] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થઃ — જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છેઃ —
શ્લોકાર્થઃ — [ बद्धः ] જીવ કર્મથી બંધાયેલો છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ કર્મથી બંધાયેલો નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ