Samaysar (Gujarati). Kalash: 71-72.

< Previous Page   Next Page >


Page 218 of 642
PDF/HTML Page 249 of 673

 

૨૧૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(उपजाति)
एकस्य मूढो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
यस्तत्त्ववेदी च्युतपक्षपात-
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
।।७१।।
(उपजाति)
एकस्य रक्तो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
यस्तत्त्ववेदी च्युतपक्षपात-
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
।।७२।।

જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).

ભાવાર્થઃઆ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કેઆ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.

શ્લોકાર્થઃ[ मूढः ] જીવ મૂઢ (મોહી) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ મૂઢ (મોહી) નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ૭૧.

શ્લોકાર્થઃ[ रक्तः ] જીવ રાગી છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ]