૨૨૬
पुष्कलोच्चलविकल्पवीचिभिः ।
कृत्स्नमस्यति तदस्मि चिन्महः ।।९१।।
(નયપક્ષની ભૂમિને) [ व्यतीत्य ] ઓળંગી જઈને (તત્ત્વવેદી) [ अन्तः बहिः ] અંદર અને બહાર [ समरसैकरसस्वभावं ] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ अनुभूतिमात्रम् एकम् स्वं भावम् ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને ( – સ્વરૂપને) [ उपयाति ] પામે છે. ૯૦.
શ્લોકાર્થઃ — [ पुष्कल-उत्-चल-विकल्प-वीचिभिः उच्छलत् ] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [ इदम् एवम् कृत्स्नम् इन्द्रजालम् ] આ સમસ્ત ઇંદ્રજાળને [ यस्य विस्फु रणम् एव ] જેનું ❋સ્ફુરણ માત્ર જ [ तत्क्षणं ] તત્ક્ષણ [ अस्यति ] ભગાડી મૂકે છે [ तत् चिन्महः अस्मि ] તે ચિન્માત્ર તેજઃપુંજ હું છું.
ભાવાર્થઃ — ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિત્પ્રકાશ હું છું. ૯૧.
‘પક્ષાતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?’ — એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ नयपक्षपरिहीनः ] નયપક્ષથી રહિત જીવ, [ समयप्रतिबद्धः ] સમયથી પ્રતિબદ્ધ ❋ સ્ફુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે.