Samaysar (Gujarati). Kalash: 89-90.

< Previous Page   Next Page >


Page 225 of 642
PDF/HTML Page 256 of 673

 

background image
(उपजाति)
एकस्य भातो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
यस्तत्त्ववेदी च्युतपक्षपात-
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
।।८९।।
(वसन्ततिलका)
स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला-
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्
अन्तर्बहिः समरसैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्
।।९०।।
तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ]
ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૮.
શ્લોકાર્થઃ[ भातः ] જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [ एकस्य ]
એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ ‘ભાત’ નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ
છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત
છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર
[ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ
જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થઃબદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોક્તા
અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક,
સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય
અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય
વિવક્ષાપૂર્વક તત્ત્વનો
વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને
ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર
અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૮૯.
ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ
શ્લોકાર્થઃ[ एवं ] એ પ્રમાણે [ स्वेच्छा-समुच्छलद्-अनल्प-विकल्प-जालाम् ] જેમાં બહુ
વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [ महतीं ] મોટી [ नयपक्षकक्षाम् ] નયપક્ષકક્ષાને
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૨૫
29