(स्वागता)
चित्स्वभावभरभावितभावा-
भावभावपरमार्थतयैकम् ।
बन्धपद्धतिमपास्य समस्तां
चेतये समयसारमपारम् ।।९२।।
पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते —
सम्मद्दंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं ।
सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ।।१४४।।
सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम् ।
सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः ।।१४४।।
ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે
મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય
માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે
તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ चित्स्वभाव-भर-भावित-भाव-अभाव-भाव-परमार्थतया एकम् ] ચિત્સ્વભાવના
પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે ( – કરાય છે) — એવું જેનું પરમાર્થ
સ્વરૂપ હોવાથી જે એક છે એવા [ अपारम् समयसारम् ] અપાર સમયસારને હું, [ समस्तां
बन्धपद्धतिम् ] સમસ્ત બંધપદ્ધતિને [ अपास्य ] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ
ભાવોને છોડીને, [ चेतये ] અનુભવું છું.
ભાવાર્થઃ — નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા
સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો
નથી — એમ જાણવું. ૯૨.
પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે — એમ હવે કહે છેઃ —
સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૪.
ગાથાર્થઃ — [ यः ] જે [ सर्वनयपक्षरहितः ] સર્વ નયપક્ષોથી રહિત [ भणितः ] કહેવામાં
૨૨૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-