Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 229 of 642
PDF/HTML Page 260 of 673

 

background image
अयमेक एव केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते यः खल्वखिलनय-पक्षाक्षुण्णतया
विश्रान्तसमस्तविकल्पव्यापारः स समयसारः यतः प्रथमतः श्रुतज्ञानावष्टम्भेन ज्ञानस्वभावमात्मानं
निश्चित्य, ततः खल्वात्मख्यातये, परख्यातिहेतूनखिला एवेन्द्रियानिन्द्रिय-बुद्धीरवधार्य
आत्माभिमुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधनयपक्षालम्बनेनानेक-विकल्पैराकुलयन्तीः
श्रुतज्ञानबुद्धीरप्यवधार्य श्रुतज्ञानतत्त्वमप्यात्माभिमुखीकुर्वन्नत्यन्तमविकल्पो भूत्वा झगित्येव स्वरसत
एव व्यक्तीभवन्तमादिमध्यान्तविमुक्तमनाकुलमेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरन्तमिवाखण्ड-
प्रतिभासमयमनन्तं विज्ञानघनं परमात्मानं समयसारं विन्दन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च; ततः
सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव
આવ્યો છે [ सः ] તે [ समयसारः ] સમયસાર છે; [ एषः ] આને જ (સમયસારને જ) [ केवलं ]
કેવળ [ सम्यग्दर्शनज्ञानम् ] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન [ इति ] એવી [ व्यपदेशम् ] સંજ્ઞા (નામ)
[ लभते ] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)
ટીકાઃજે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત
વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં
નથી, એક જ છે.)
પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની
પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી
બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (
મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ
કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા
ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ
કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત,
અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય,
અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા
સમ્યક્પણે દેખાય છે (અર્થાત્
શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન છે.
ભાવાર્થઃઆત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય-
બુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી
શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૨૯