Samaysar (Gujarati). Kalash: 95-96.

< Previous Page   Next Page >


Page 231 of 642
PDF/HTML Page 262 of 673

 

background image
(अनुष्टुभ्)
विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।।९५।।
(रथोद्धता)
यः करोति स करोति केवलं
यस्तु वेत्ति स तु वेत्ति केवलम्
यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्
।।९६।।
[ निज-ओघं बलात् नीतः ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો; [ तद्-एक-
रसिनाम् ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [ विज्ञान-एक-रसः आत्मा ] જે એક
વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [ आत्मानम् आत्मनि एव आहरन् ] આત્માને
આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને), [ सदा गतानुगतताम्
आयाति ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
ભાવાર્થઃજેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક
જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી
મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં
ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના
વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪.
હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ
કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ
શ્લોકાર્થઃ[ विकल्पकः परं कर्ता ] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [ विकल्पः
केवलम् कर्म ] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી;) [ सविकल्पस्य ] જે જીવ
વિકલ્પસહિત છે તેનું [ कर्तृकर्मत्वं ] કર્તાકર્મપણું [ जातु ] કદી [ नश्यति न ] નાશ પામતું નથી.
ભાવાર્થઃજ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો
અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છેએમ હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[ यः करोति सः केवलं करोति ] જે કરે છે તે કેવળ કરે જ છે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૨૩૧