Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 237 of 642
PDF/HTML Page 268 of 673

 

background image
कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम्
कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति ।।१४५।।
शुभाशुभजीवपरिणामनिमित्तत्वे सति कारणभेदात्, शुभाशुभपुद्गलपरिणाममयत्वे सति
स्वभावभेदात्, शुभाशुभफलपाकत्वे सत्यनुभवभेदात्, शुभाशुभमोक्षबन्धमार्गाश्रितत्वे सत्याश्रय-
भेदात् चैकमपि कर्म किञ्चिच्छुभं किञ्चिदशुभमिति केषाञ्चित्किल पक्षः
स तु सप्रतिपक्षः
तथाहिशुभोऽशुभो वा जीवपरिणामः केवलाज्ञानमयत्वादेकः, तदेकत्वे सति कारणाभेदात् एकं
कर्म शुभोऽशुभो वा पुद्गलपरिणामः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सति स्वभावाभेदादेकं
कर्म शुभोऽशुभो वा फलपाकः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सत्यनुभावाभेदादेकं कर्म
ગાથાર્થઃ[ अशुभं कर्म ] અશુભ કર્મ [ कुशीलं ] કુશીલ છે (ખરાબ છે) [ अपि च ]
અને [ शुभकर्म ] શુભ કર્મ [ सुशीलम् ] સુશીલ છે (સારું છે) એમ [ जानीथ ] તમે જાણો છો!
[ तत् ] તે [ सुशीलं ] સુશીલ [ कथं ] કેમ [ भवति ] હોય [ यत् ] કે જે [ संसारं ] (જીવને) સંસારમાં
[ प्रवेशयति ] પ્રવેશ કરાવે છે?
ટીકાઃકોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ
જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદતફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે);
કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના
સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો
હોવાથી કર્મના અનુભવમાં (
સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને
આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના
આશ્રયમાં ભેદ છે. માટે
જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણકેટલાકનો એવો પક્ષ છે
કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ
(અર્થાત્
વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છેઃ
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના
કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય
હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ
કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના
અનુભવમાં (
સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો
કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૩૭