(उपजाति)
हेतुस्वभावानुभवाश्रयाणां
सदाप्यभेदान्न हि कर्मभेदः ।
तद्बन्धमार्गाश्रितमेकमिष्टं
स्वयं समस्तं खलु बन्धहेतुः ।।१०२।।
अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति —
सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं ।
बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।।
सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम् ।
बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म ।।१४६।।
शुभमशुभं च कर्माविशेषेणैव पुरुषं बध्नाति, बन्धत्वाविशेषात्, काञ्चनकालायसनिगलवत्।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ हेतु-स्वभाव-अनुभव-आश्रयाणां ] હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય
— એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) [ सदा अपि ] સદાય [ अभेदात् ] અભેદ હોવાથી [ न
हि कर्मभेदः ] કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; [ तद् समस्तं स्वयं ] માટે સમસ્ત કર્મ પોતે [ खलु ]
નિશ્ચયથી [ बन्धमार्ग-आश्रितम् ] બંધમાર્ગને આશ્રિત હોવાથી અને [ बन्धहेतुः ] બંધનું કારણ
હોવાથી, [ एकम् इष्टं ] કર્મ એક જ માનવામાં આવ્યું છે — એક જ માનવું યોગ્ય છે. ૧૦૨.
હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે
એમ સિદ્ધ કરે છેઃ —
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને,
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬.
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ सौवर्णिकम् ] સુવર્ણની [ निगलं ] બેડી [ अपि ] પણ [ पुरुषम् ]
પુરુષને [ बध्नाति ] બાંધે છે અને [ कालायसम् ] લોખંડની [ अपि ] પણ બાંધે છે, [ एवं ] તેવી
રીતે [ शुभम् वा अशुभम् ] શુભ તેમ જ અશુભ [ कृतं कर्म ] કરેલું કર્મ [ जीवं ] જીવને [ बध्नाति ]
(અવિશેષપણે) બાંધે છે.
ટીકાઃ — જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૩૯