अथोभयं कर्म प्रतिषेधयति —
तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं ।
साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।।१४७।।
तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम् ।
स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।।१४७।।
कुशीलशुभाशुभकर्मभ्यां सह रागसंसर्गौ प्रतिषिद्धौ, बन्धहेतुत्वात्, कुशीलमनोरमा-
मनोरमकरेणुकुट्टनीरागसंसर्गवत् ।
अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते —
કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ
કાંઈ પણ તફાવત વિના પુરુષને ( – જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં
તફાવત નથી.
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ —
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
ગાથાર્થઃ — [ तस्मात् तु ] માટે [ कुशीलाभ्यां ] એ બન્ને કુશીલો સાથે [ रागं ] રાગ [ मा
कुरुत ] ન કરો [ वा ] અથવા [ संसर्गम् च ] સંસર્ગ પણ [ मा ] ન કરો [ हि ] કારણ કે
[ कुशीलसंसर्गरागेण ] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [ स्वाधीनः विनाशः ] સ્વાધીનતાનો
નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકાઃ — જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે
રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ
કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો
નિષેધ કરવામાં આવ્યો છે.
હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી
સમર્થન કરે છેઃ —
૨૪૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-